
જામનગર જિલ્લાના બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક પ્રવાસ “ગુજરાત સાયન્સ સીટી-અમદાવાદ”
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા જામનગર જિલ્લામાં સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતા કાર્યક્રમો તેમજ પ્રવૃતિઓ, વિશિષ્ટ દિવસોની ઉજવણી, જિલ્લાકક્ષાની સ્પર્ધાઑ તેમજ વિજ્ઞાનકેન્દ્ર દ્વારા થતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આમજનતા માટેના જાગૃતિ કાર્યક્રમો સફળતા પૂર્વક કરી રહ્યા છીએ.
જામનગર જિલ્લાના વિદ્યાર્થીઑ અને શિક્ષકોમાં વિજ્ઞાન અને ટેકનૉલોજીમાં અભિરુચિ અને જિજ્ઞાસા વધે તે હેતુથી ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા ૧લી નવેમ્બર, ૨૦૨૨ના રોજ થી જિલ્લાની માત્ર ૮૦ શાળાના શાળાદીઠ ધો.૬ થી ૧૨ તેમજ કોલજના મહતમ ૬૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાત સાયન્સ સિટીમાં પ્રવાસનું આયોજન લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા કરવાનું છે. જેમાં સાયન્સ સીટી-અમદાવાદ આવવા-જવા માટે વિદ્યાર્થી દીઠ થતું GSRTC (એસ.ટી.બસ)નું ભાડું ગુજકોસ્ટ-ગાંધીનગરના આર્થિક સહયોગથી લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા ચૂકવામાં આવશે. સાયન્સ સીટી- અમદાવાદમાં થતી એન્ટ્રી ફી તેમજ બધી ગેલેરીઓની મુલાકાતનો ખર્ચ સાયન્સ સીટી અમદાવાદ દ્વારા થશે. જ્યારે જમવાની વ્યવસ્થા શાળાએ કે વિદ્યાર્થીઑએ કરવાની રહેશે. શાળાએ શાળાના લેટરહેડ પર સામેલ થનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની માહિતી સાથે રાખવાની અને એક નકલ લોક વિજ્ઞાનકેન્દ્રને મોકલવાની રહેશે. વહેલા તે પહેલા ધોરણે ઇચ્છુક શાળા રજીસ્ટ્રેશન કરવા અને આપે ક્યારે જવું ? તેમજ એસ.ટી. બસની સુવિધા અંગે લોક વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦) સંપર્ક કરી શકો છો.